સુરતમાં સોરાષ્ટ્રમાંથી વેપાર-ધંધા કે નોકરી માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જોકે, તહેવારોના સમયમાં આ લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યા છે.
સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.
તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આગામી દિવાળીના તહેવારમાં પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.