કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠક કરીને 3 મોટા નિર્ણય લીધા છે. દિવાળી પહેલા સરકારે રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બેઠક પછી સરકારે રેલવે કર્માચારીઓ માટે PLI બોનસની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક વખત માટે 22,000 કરોડ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવ્યું છે. કેબિનેટના આ નિર્ણયથી કુલ 11.27 લાખ કર્મચારીઓ પર બોનસ તરીકે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
જૂન 2020થી જૂન 2022ની વચ્ચે ઈન્ટરનેશનલ બજારમાં એલપીજીની કિંમતોમાં 300 ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓ સામાન્ય લોકો પર આ વધારાનો સંપૂર્ણ બોજો નાંખી રહી નહોતી. અગાઉના સમયગાળામાં ઘરેલું એલપીજીની કિંમતોમાં 72 ટકાનો વધારો થયો છે. ઓઈલ કંપનીઓને થઈ રહેલ નુકસાનની ભરપાઈને જોતા કેન્દ્ર સરકારે તેમને રાહત આપવાની જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓ સિવાય સરકારે આજે સરકારી ઓઈલ કંપનીઓને મોટી ભેટ આપી છે.
ઘરેલું LPGની કિંમતોમાં વધારાથી ઓઈલ કંપનીઓને ભારે નુકસાન ઉઠાવવું પડતું હતું. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને એક જ હપ્તામાં 22,000 કરોડ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓએ રૂપિયાની નબળાઈના પગલે પહેલાની સરખામણીમાં વધુ ઈમ્પોર્ટ બિલ ચુકવવું પડી રહ્યું છે. આ વર્ષે રૂપિયાની નબળાઈ અને ક્રૂડ કિંમતો ઝડપથી વધતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
એમ કહેવાઈ રહ્યું છે કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેમને લાંબો સમય લાગી શકે છે. આ સિવાય સરકારે આજે કેબિનટેની બેઠકમાં મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીને બદલવા માટે સરકાર નવો કાયદો લાવી રહી છે. તેના ફેરફાર માટે એમેન્ડમેન્ટ લાવી રહી છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસોયટી એક્ટ-2022 અંતર્ગત 8 માર્ચ 2021 સુધીમાં દેશમાં 1466 સમિતિઓ હતી. જેમાં સૌથી વધુ 567 મહારાષ્ટ્માં છે. મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એકથી વધુ રાજ્યોમાં કામ કરે છે.