દેશમાં જેમ જેમ ડ્રગનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ મોટી માત્રામાં ડ્રગનો જથ્થો મળવાનું પણ ચાલુ રહેવા પામ્યું છે. તાજેતરના સમયમાં મુંબઈમાં ત્રણ વાર ડ્રગનો મોટો જથ્થો મળ્યાં બાદ હવે આસામમાં દેશનો અત્યાર સુધીનો ડ્રગનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે.
બોર્ડર સિક્યુરીટી ફોર્સે પોલીસ સાથે મળીને કરેલા જોઈન્ટ ઓપરેશનમાં આસામના કરીમગંજમાંથી ટ્રકમાંથી 9.477 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. આ હેરોઈનને ટ્રકની અંદરની જગ્યામાં સાબુના 764 ખોખામાં પૂરીને રખાયું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈમાંથી પણ બે વાર ડ્રગનો મોટો જથ્થો ઝડપાયો હતો પરંતુ આસામમાંથી ડ્રગનો જે જથ્થો ઝડપાયો છે તે અત્યાર સુધીનો સૌથી મોટો છે.