જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ હવે દેશના ચીફ જસ્ટીસ બનશે. સીજેઆઈ ઉદય ઉમેશ લલિતે આજે એટલે કે મંગળવારે સવારે 10:15 વાગ્યે પોતાના ઉત્તરાધિકારીનું નામ પત્ર સરકારને મોકલ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. જણાવી દઈએ કે ગત દિવસો કાયદા તથા ન્યાય મંત્રાલયે ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમને નવા સીજેઆઈના નામની ભલામણ કરતા નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી.
CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. CGI લલિત પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સૌથી વરિષ્ઠ જજ હોવાથી તેઓ આ પદ માટેના મુખ્ય દાવેદાર છે. વાસ્તવમાં, ચીફ જસ્ટિસ લલિતની નિવૃત્તિમાં માત્ર એક મહિનો બાકી છે, તેમણે 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમણે ભૂતપૂર્વ CJI NV રમનાનું સ્થાન લીધું, જેઓ 26 ઓગસ્ટ, 2022ના રોજ નિવૃત્ત થયા હતા.
કાયદા અને ન્યાય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે, ‘ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (એમઓપી)ના ભાગરૂપે, આજે માનનીય કાયદા અને ન્યાય પ્રધાને એક માનનીય મુખ્ય ન્યાયાધીશને પત્ર, તેમને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (MoP) હેઠળ, આઉટગોઇંગ ચીફ જસ્ટિસ તેમના ઉત્તરાધિકારીનાં નામની ભલામણ કરી રહ્યા હતા.
ચીફ જસ્ટીસ પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં દેશના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને જ પસંદ કરે છે. આ પરંપરા અનુસાર, ન્યાયાધીશ ચંદ્રચુડ દેશના ૫૦માં ચીફ જસ્ટીસ બનશે અને ૯ નવેમ્બરના રોજ તેઓ શપથ ગ્રહણ કરશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જજ ૬૫ વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થાય છે.