ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઇ મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં વિદ્યા સહાયકોની ભરતી કરવા માટે 11મી ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. ત્યાં જ ધોરણ 1 થી 5 માં 1000 અને ધોરણ 6 થી 8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમાં ધોરણ 1 થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
આ અગાઉ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 4 નવેમ્બરના રોજ ટ્વીટ કરને માહિતા આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા TET-1, TET-2 પાસ કરેલા વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5% ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાસહાયકનું મેરિટ તૈયારી કરવા માટે TET પરીક્ષામાં મેળવેલા 50% ગુણ અને શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા 50% ગુણને ધ્યાનમાં લેવામાં આવે છે.
આ રીતે તૈયાર કરેલા કુલ મેરિટમાં વિધવા બહેનોના મેરિટમાં વધારાના 5 ટકા ગુણ ઉમેરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ આગામી વિધાનસભા ભરતીથી કરવામાં આવશે.