તહેવારોની સિઝનમાં મોદી સરકારે 28 સપ્ટેમ્બર 2022ના રોજ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી, જેમાં કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવામાં આવી હતી. જે બાદ 3 ઓક્ટોબર 2022ના રોજ ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના આદેશને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે.
હવે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર (ડીઓપીપીડબ્લ્યુ)એ માહિતી આપી છે કે મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે.8 ઓક્ટોબર, 2022 ના રોજ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે એક ઓફિસ મેમોરેન્ડમ જારી કરીને ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ એવો નિર્ણય લઈને ખુશ છે કે કેન્દ્ર સરકારના પેન્શનરો / ફેમિલી પેન્શનર્સની મોંઘવારી રાહત (ડીઆર) 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવી છે.
જે 1 જુલાઈ, 2022થી લાગુ થશે. 4 ટકાના વધારા સાથે કેન્દ્ર સરકારના નિવૃત કર્મચારીઓને 38 ટકા મોંઘવારી રાહત ભથ્થું મળશે. 28 સપ્ટેમ્બરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શન રાહત વધારાની જાહેરાત કરી હતી.
4 ટકાના વધારા સાથે કેન્દ્ર સરકારના નિવૃત કર્મચારીઓને 38 ટકા મોંઘવારી રાહત ભથ્થું મળશે. 28 સપ્ટેમ્બરે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અને પેન્શન રાહત વધારાની જાહેરાત કરી હતી.
કયા કર્મચારીઓને મળશે પેન્શન રાહત
– કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરો/ ફેમિલી પેન્શનર્સ ઉપરાંત કેન્દ્ર સરકારના પેન્શનરો કે જેમને જાહેર ઉપક્રમો અથવા સ્વાયત્ત સંસ્થાઓમાં મૂકવામાં આવ્યા છે.
– આર્મ્ડ ફોર્સીસ પેન્શનર્સ, સિવિલિયન પેન્શનર્સ કે જેમને ડિફેન્સ સર્વિસના અંદાજમાંથી ચૂકવણી કરવામાં આવે છે.
– ઓલ ઇન્ડિયા સર્વિસ પેન્શનર્સ
– રેલવે પેન્શનર્સ/ફેમિલી પેન્શનર્સ
– જે પેન્શનરોને પ્રોવિઝનલ પેન્શન આપવામાં આવી રહ્યું છે.
– બર્મા સિવિલિયન પેન્શનર્સ.