સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને લોકસભા સાંસદ મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ આજે સવારે 8.15 કલાકે તેમનું નિધન થયું છે. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. થોડાં દિવસ પહેલાં જ તેમની તબિયત વધુ બગડતાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોનું કહેવું છે કે મુલાયમ સિંહની હાલત 2 ઓક્ટોબરથી નાજુક હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, દવાની પણ અસર થતી નહોતી.
મેદાંતામાં દાખલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહેલા ડો. યતિન મહેતાના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ 9 ઓક્ટોબરથી ગંભીર બની હતી. 2 ઓક્ટોબરથી જ લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તેની સાથે-સાથે કિડની પણ કામ કરી રહી નહોતી. આ બધા કારણોના લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.