3 વર્ષનું પ્લાનિંગ, 4 અભિયાનો, ગાઢ જંગલોમાં 2 અઠવાડીયાની ખતરનાક યાત્રા બાદ આખરે અમેઝોનના જંગલોમાંથી સૌથી ઊંચા ઝાડ સુધી વૈજ્ઞાનિકોની એક ટોળકી પહોંચવામાં સફળ રહી છે. આ ઝાડ એક 25 માળની ઈમારત જેટલું ઊંચું છે, આ વિશાળ ઝાડની નીચે પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકોએ તેના પાન, માટી અન અન્ય નમૂના એકઠા કર્યા છે. જેની તપાસ કરવામાં આવશે કે હકીકતમાં આ ઝાડ કેટલા વર્ષ જૂનુ છે. આ ઝાડ આમ તો 400થી 600 વર્ષ જુનૂ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
વૈજ્ઞાનિકો એ વાતને લઈને હેરાન છે કે, આ વિસ્તારમાં આટલુ મોટુ ઝાડ કેમ છે. સાથે જ એ વાતની પણ શોધ કરી રહ્યા છે કે, તે કેટલો કાર્બન જમા કરે છે. આ વિશાળ ઝાડ ઉત્તરી બ્રાઝીલમાં ઈરાતાપુર નદી નેચર રિઝર્વમાં છે. એંજેલિમ વર્મેલો (વૈજ્ઞાનિક નામ: ડિનિઝિયા એક્સેલસા) આ ઝાડ 88.5 મીટર (290 ફુટ લાંબુ છે) છે અને તેની ઝાડાઈ લગભગ 9.9 મીટર (32 ફુટ) છે. આ અમેઝોનમાંથી મળી આવેલું અત્યાર સુધીનું સૌથી મોટુ ઝાડ છે. શોધકર્તાઓએ પહેલી વાર 2019માં 3 ડી મેપીંગ પ્રોજેક્ટના ભાગ તરીકે ઉપગ્રહ ચિત્રમા આ વિશાળ ઝાડને જોયુ હતું.
શિક્ષણવિદો, પર્યાવરણવિદો અને સ્થાનિક ગાઈડોની એક ટીમે ત્યાર બાદમાં આ ઝાડ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા માટે એક અભિયાન ચલાવ્યું હતું. પણ સંવેદનશીલ વિસ્તારમાંથી તેમને માત્ર 10 દિવસમાં પાછા ફરવું પડતું હતું. ત્યાર બાદ શોધકર્તાઓએ 250 કિમીની યાત્રા નાવથી કરી, તેની સાથે જ આ ઝાડ સુધી પહોંચવા માટે પહાડી વિસ્તારના જંગલમાં 20 કિમી સુધી પગપાળા ચાલવુ પડ્યું હતું. ઝાડ સુધી પહોંચનારા એક શખ્સે કહ્યું કે, આ સૌથી સુંદર વસ્તુઓમાની એક છે. જેને મેં ક્યારેક જોયુ છે. આપ એ જંગલની વચ્ચે પહોંચો છો, જ્યાં માણસોએ પહેલા ક્યારેય પગ મુક્યો નથી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ વિસ્તારના વિશાળ ઝાડનું વજનનો લગભગ અડધો ભાગ વાતાવરણથી અવશોષિત કરવામાં આવેલા કાર્બનનો છે. જે જળવાયુ પરિવર્તનને રોકવામા મદદ કરે છે. તેમ છતાં આ ઝાડનું અસ્તિત્વ ખતરામાં છે. અમેઝોન જંગલોના કાપવાનું ભયાનક રીતે વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં બ્રાઝીલના અમેઝોનમાં સરેરાશ વાર્ષિક જંગલની કાપણી ગત દાયકાની સરખામણીમાં 75 ટકા વધ્યું છે.