મહારાષ્ટ્રના નાસિકમાં ભયાનક દુર્ઘટના ઘટી છે. અહીં એક બસમાં આગ લાગવાથી લગભગ 10 લોકોના મોત થઈ ગયા છે. પોલીસે જણાવ્યું છે કે, આ દુર્ઘટના શુક્રવારે રાતે થઈ છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આશંકા છે કે, દુર્ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. નાસિક પોલીસે દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, પેસેન્જર ભરેલી બસ પલ્ટી ગઈ હતી.
જે બાદ આગ લાગી ગઈ હતી. પોલીસે કહ્યું કે, ડોક્ટર્સની પુષ્ટિ સાથે હજૂ પણ મોતનો અસલી આંકડો જાણવાની કોશિશ થઈ રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, દુર્ઘટનાનો શિકાર થયેલી આ બસમાં 30થી વધારે પેસેન્જર બેઠેલા હતા. લગભગ 10 લોકોના મોત બાદ પણ કેટલાય લોકો અંદર ફસાયેલા હતા. જેમને બહાર કાઢવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યા છે. આ બાજૂ ફાયર વિભાગની ગાડી આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગી ગઈ હતી.