એપ આધારિત કેબ કંપનિઓ ઓલા, ઉબર અને રેપિડોને મોટો ઝટકો લાગ્યો છે. આ ત્રણ દિવસોની અંદર કર્ણાટકમાં પોતાની રિક્ષાસેવાઓ બંધ કરવી પડશે. રાજ્ય સરકારે આ કેબ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરતાં આ આદેશ લાગૂ પાડ્યો છે.
કર્ણાટક સરકારના નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (કર્ણાટક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા આ ત્રણ કેબ સર્વિસ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં , તેમને વિભાગ દ્વારા આવનારાં ત્રણ દિવસમાં કર્ણાટકમાં તેમની ઓટોરિક્ષા સેવાઓ બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કેબ કંપનીઓ સામે આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકારે તેમના પર આ પગલાંઓ લીધાં છે. કર્ણાટકમાં ઓલા, ઉબેર અને રેપિડોમાં મુસાફરી કરતા મુસાફરોએ રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી કે બે કિ.મી.થી ઓછું અંતર હોય તો પણ કંપનીઓ લઘુત્તમ ભાડું 100 રૂપિયા વસૂલે છે. જ્યારે સરકારના નિયમો અનુસાર, ઓટો ડ્રાઈવર પહેલા 2 કિ.મી. માટે 30 રૂપિયા અને તેના પછી પ્રતિ કિ.મી. 15 રૂપિયા વસૂલ કરી શકે છે.