દેશમાં થઈ રહેલી ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારને લઈને કેટલીય અટકળો લગાવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પહેલાથી જ અમુક પ્રસ્તાવ મોકલી દીધા છે. તો વળી કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ગુરુવારે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ અને સલાહને લઈને એક યોગ્ય નિર્ણય લેશે.
આપને જણાવી દઈએ કે, પોલ પેનલ અને હાલના મોડલ કોડ ઓફ કન્ડક્ટ દિશા નિર્દેશોના પૂરક પ્રસ્તાવ આપ્યા છે અને આયોગે ચૂંટણી પંચને ચૂંટણી વાયદાની નાણાકીય વ્યવહાર્યતા વિશે મતદારોને પ્રમાણિકતાથી જાણકારી આપવાને લઈને રાજકીય પાર્ટીઓનો મત માગ્યો છે.
સાથે જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી વચનોનું વિવરણ પણ આપશે. કાયદા મંત્રીના કાર્યાલયે પહેલા દિવસે ટ્વિટ કર્યા અનુસાર કેન્દ્ર મુખ્ય ચૂંટણી સુધાર માટે યોગ્ય પરામર્શ બાદ પગલા ઉઠાવશે, જે બદલાતા સમય અને સ્થિતિ અનુસાર, જરુરી છે. જાણવા મળતી માહિતી મુજબ ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને 70-80 પ્રસ્તાવ મોકલ્યા છે.
જેમાં ભારતમાં ચૂંટણી કરવાની રીત બદલવાની માગ થઈ છે. તે ઉપરાંત જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં ફેરફાર પણ સામેલ છે. ટોચના અધિકારીઓએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક અઠવાડીયામાં આ પ્રસ્તાવો પર કેટલીય બેઠકો થઈ ચુકી છે. ચૂંટણી પંચ હવે કાયદા મંત્રાલયના મત અનુસાર અંતિમ સમયમાં ફેરફાર કરી રહ્યું છે.
અમુક પ્રસ્તાવિત ફેરફારમાં NRI માટે વોટિંગ અધિકાર, ઓનલાઈન વોટિંગનો વિકલ્પ, પ્રતિરુપણ અને ટ્રાંસફેરેબલ વોટ રૂલ્સ અને એક્ઝિટ અને ઓપિનિયમ પોલને કંટ્રોલ કરવાના નિયમોમાં સંશોધન સામેલ છે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ આ તબક્કામાં પ્રસ્તાવિત સુધારાનો ભાગ નથી.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં સમય લાગશે, કારણ કે આના માટે વ્યાપક પરામર્શની જરુર છે. મતદાર યાદીને આધાર સાથે જોડવા પર, અધિકારીઓએ કહ્યું કે, સ્વૈચ્છિક એટલે કે, મતદારી ઈચ્છા પર રાખવામાં આવ્યું છે. પણ તેને જોરદાર રીતે પ્રોસ્તાહિત કરવામાં આવી રહ્યું છે.