કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ હાલમાં કર્ણાટકમાં ચાલી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે માંડ્યા જિલ્લામાંથી રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. ભારત જોડો યાત્રા આજે પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે. સોનિયા ગાંધી 3 ઓક્ટોબરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે રાહુલ ગાંધી સાથે બુધવારે વિજયાદશમીના અવસર પર એચડી કોટ વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.તેઓ મૈસૂર જિલ્લાના એચજી કોટે તાલુકમાં કાબિની બાંધના બૈકવોટર પાસે એક રિસોર્ટમાં રોકાયા હતા.
અહીં રાહુલ ગાંધી તેમને મળવા પહોંચ્યા હતા. ત્યાર બાદ બંને કાબિની ફોરેસ્ટ સફારી પણ ગયા હતા. દશેરાના કારણે 3થી 4 ઓક્ટોબર સુધી ભારત જોડો યાત્રા નિકળી નહોતી. તે લાંબા સમય બાદ પાર્ટીના કોઈ સત્તાવાર રાજકીય કાર્યક્રમમાં જોડાયા છે. સ્વાસ્થ્યના કારણોથી તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એટલી સક્રિય ભૂમિકામાં જોવા મળતા નથી.
આ વર્ષની શરુઆતમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ ક્યાંય દેખાયા નહોતો. ભારત જોડો યાત્રા સપ્ટેમ્બરથી તમિલનાડૂના રામેશ્વરમથી શરુ થઈ હતી. તે સમયે સોનિયા ગાંધી સારવાર માટે અમેરિકા ગયા હતા. ત્યાર બાદ તેમની માતાનું નિધન થઈ ગયું. જે બાદ તેમને ઈટલી જવું પડ્યું હતું.
કર્ણાટકમાં આગામી વર્ષની શરુઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ હિસાબે સોનિયા ગાંધીનું ભારત જોડો યાત્રામાં સામેલ થવું ખૂબ જ મહત્વનું છે. તેનાથી કાર્યકર્તાઓમાં જોશ અને ઉત્સાહ વધશે. આ વાતની સંભાવના છે કે, પ્રિયંકા ગાંધી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા કર્ણાટક આવશે. આ બાજૂ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે પ્રચાર થઈ રહ્યા છે. પ્રક્રિયા જોરશોરમાં છે. શથિ થરુર અને મલ્લિકાર્જૂન ખડગે આ પદ માટે દાવેદારી રજૂ કરી રહ્યા છે. ખડગે કર્ણાટકથી આવે છે. અને તેમને ગાંધી પરિવારનું સમર્થન છે. 17 ઓક્ટોબરે તેની ચૂંટણી થશે. 19 ઓક્ટોબરે તેનું પરિણામ આવશે.