હાલમાં સૌથી મોટા સમાચાર અરુણાચલ પ્રદેશમાંથી આવી રહ્યા છે. ભારતીય સેનાનું ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 1 પાયલટનું મોત થઈ ગયું છે. જ્યારે બીજો ઘાયલ છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામા ઘાયલ બીજા પાયલટની સ્થિતિ અત્યંત ગંભીર છે. સેનાના અધિકારીઓએ જણાવ્યુ છે કે, હેલીકોપ્ટર દુર્ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં થઈ છે. આ અગાઉ આ વર્ષે એપ્રિલમાં હિમાચલ પ્રદેશમાં ચીતા હેલીકોપ્ટરને સુરક્ષાની દ્રષ્ટિએ લેન્ડ કરવું પડ્યું હતું. આ હેલીકોપ્ટરે ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટરે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં બુધવારે સવારે 10 કલાકે ઉડાન ભરી હતી. આ રુટીન ઉડાન હતી. આ દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું. ઘાયલ પાયલટને તાત્કાલિક ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
જ્યાં ડોક્ટર્સે પાયલટને મૃત જાહેર કર્યો હતો, જ્યારે કો પાયલટની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલાની ઓળખામ કર્નલ સૌરભ યાદવ તરીકે થઈ છે. જો કે, હાલમાં એ વાત જાણવા નથી મળી કે, હેલીકોપ્ટર અચાનક કેવી રીતે ક્રેશ થયું. બીજી બાજૂ આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. તપાસ બાદ આ દુર્ઘટના વિશે સાચી ખબર પડશે.
રક્ષા પ્રવક્તા કર્નલ એએસ વાલિયા જણાવે છે કે, ચીતા હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટના ચીન સરહદ નજીક થઈ છે. તેમણે જણાવ્યું છે કે, હેલીકોપ્ટરે સામાન્ય રીતે ઉડાન ભરી હતી અને સવારે લગભગ 10 કલાકે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમણે કહ્યું કે, હાલમા દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. કર્નલ વાલિયા અનુસાર દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા, તેમાંથી એકનું મોત થઈ ગયું છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. જેની સારવાર ચાલી રહી છે.