દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્યએ ઉત્તર કોરિયા દ્વારા જાપાન ઉપર બેલિસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણના જવાબમાં મિસાઇલ કવાયત હાથ ધરી હતી, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્યોંગયાંગનું સૌથી લાંબી રેન્જનું પરીક્ષણ અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરમીડિયેટ રેન્જ બેલીસ્ટિક મિસાઇલ એટલે કે IRBM નું અત્યાર સુધીનું સૌથી મોટંી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી જ વખત જાપાન પર આવું પગલું લેવામાં આવ્યું છે. જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્ય દ્વારા વોલી મિસાઇલ સમુદ્રમાં છોડવામાં આવી હતી.
મંગળવારે ઉત્તર કોરિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. 2017 પછી પહેલીવાર ઉત્તર કોરિયાએ આવું કંઈક કર્યું. નિષ્ણાતોનું માનવું છે કે મંગળવારે ઉત્તર કોરિયાએ ઇન્ટરમીડિયેટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.
જે ઉત્તર કોરિયાના કોઈપણ પરીક્ષણ માટે સૌથી લાંબી ઉડાન હતી. પ્રશાંત મહાસાગરમાં પડતા પહેલા મિસાઈલની રેન્જ 4,600 કિમી હતી. ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉનને જડબાતોડ જવાબ આપવા માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ એક પછી એક અનેક મિસાઈલો છોડી છે.
મળેલી માહિતી અનુસાર બંને પક્ષોએ દરેક બે આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (ATMS) મિસાઈલ લોન્ચ કરી હતી. મંગળવારે, ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણના કલાકોમાં, બંનેએ આઠ ફાઇટર જેટ સાથે બોમ્બ ધડાકાની કવાયત હાથ ધરી હતી.
ઉત્તર કોરિયાએ આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં શસ્ત્રોના પરીક્ષણો કર્યા છે, જેમાં પ્રતિબંધિત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી ઉત્તર કોરિયા તરફથી મિસાઈલ ફાયરની કોઈ વાતની પુષ્ટિ થઈ નથી.