કામરેજ ચલણી નોટ મામલે નવો જ ઘટસ્ફોટ થયો છે. 52 કરોડથી વધુની નકલી નોટનો રેલો ગુજરાત, મુંબઈ બાદ દિલ્હી સુધી પોહ્ચ્યોં છે. પોલીસે મુંબઈથી માસ્ટર માઈન્ડ વિકાસ જૈન સહિત 2 લોકોને મુંબઈથી ઝડપી પાડ્યા હતાં. પોલીસે અલગ અલગ જગ્યા પરથી 300 કરોડ 16 લાખની નકલી નોટ જેમાં 67 લાખ 500 અને 1000ની જૂની નોટો પણ કબ્જે કરી છે. અત્યાર સુધી 6 લોકોની સુરત જિલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી છે.
ગત 29મીના રોજ કામરેજ પોલીસે કામરેજ નજીકથી જામનગરની એક ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી કરોડોની ચલણી નોટ ઝડપી પાડી હતી. સમગ્ર પ્રકરણમાં એમ્બ્યુલન્સમાં ચાલાક હિતેશના ઘરના પાછળના ભાગેથી સંતાડેલી 52 કરોડથી વધુની ચલણી નકલી નોટો મળી આવી હતી. સમગ્ર મામલમાં તપાસ દરમિયાન આ બનાવટી નોટોનો આખો રેકેટ મુંબઈ તરફ વળાંક લીધું હતું અને મુંબઈ ખાતે મુખ્ય સૂત્રધાર વિકાસ જૈનનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસે મુખ્ય મુખ્ય સૂત્રધાર અને વી. આર લોજિસ્ત્રિક કંપનીના માલિક વિકાસ જૈન સહિત છ લોકોની ધરપકડ કરી છે.
જેમાં 2 કરોડ 17 લાખ જેટલી રકમ મુંબઈથી વિકાસ જૈનના ઓફિસ તેમજ અલગ અલગ ગોડાઉન પરથી ઝડપી પાડી છે. તેમજ 67 કરોડ જેટલી રકમ નોટબંધી સમયની 500 અને 1000ની ચલણી નોટ પણ મળી આવી છે. હાલ તો જિલ્લા એલસીબીની ટીમે માસ્ટર માઇન્ડ વિકાસ જૈન તેનો ડ્રાઈવર અને અન્ય ઈસમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે અત્યાર સુધી 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉત્તર ભારતથી મુંબઇ લવવામાં આવી હતી વી આર લોજીસ્ટિક કંપનીનો મલિક વિકાસ જૈન અને સાથી આરોપીઓ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. જેઓ જેતે વ્યક્તિ સાથે ડિલિંગ કરતી વખતે અમુક રકમ એડવાન્સ ટોકન રૂપે લઇ લેતા હતાં. રાજકોટના એક વ્યાપારી સાથે એક કરોડથી ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે.
સમગ્ર રેકેટમાં જ્યારે પહેલીવાર નોટ પકડાઈ ત્યારે તેઓ ફિલ્મોના શૂટિંગ માટે વાપરનાર હોવાનું જણાવી પોલીસને ગુમરાહ કરી હતી. જોકે, તાપસ દરમિયાન તાપસનો રેલો મુંબઇ પોહચ્યો હતો. વી આર લોજીસ્ટિક કંપનીનો માલિક વિકાસ જૈન આખું રેકેટ ચલાવતો હોવાનું બહાર આવ્યું હતુ. જેમાં તેઓ ટ્રસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નોટો અસલી તરીકે બતાવી બુકીંગના નામે લાખો રૂપિયા પડાવી લેતા હતા.
મુખ્ય સૂત્રધાર વિકાસ જૈન ગુજરાત જ નહીં પરંતુ મુંબઇ, દિલ્હી તેમજ બેંગ્લોરમાં આખું નેટવર્ક ઉભું કર્યું હતું. તમામ રાજ્યોમાં મોંઘીદાટ ઓફિસો બનાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સામાન્ય રીતે જોઈ કોઈ વ્યક્તિ ટ્રસ્ટમાં દાન આપનાર હોય તેમજ કોઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરનાર હોય એવી વ્યક્તિઓ 50 ટકા રકમ કેસમાં પણ જોવા માંગતા તો તેઓને આ ઠગો વીડિયો કોલના મારફતે બનાવટી નોટો બતાવી વિશ્વાસમાં લેતા હતા. સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસની સાથે બેંકર્સ તેમજ આર બી આઈની ટીમ પણ સતત તપાસનું મોનિટરીંગ કરી રહી છે.