ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી હિમસ્ખલનમાં ફસાયા હતા જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી બરફના ભારે તોફાનમાં ફસાયા હતા જે પછી તેમને બચાવી લેવા માટે પ્રશાસન દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
જેમાં અત્યાર સુધી 8 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે સાથે 10 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહયું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચીતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે.
ઉત્તરકાશીના દ્રૌપદીના દંડા-2 પર્વત પર આવેલા બરફના ભયાનક તોફાનમાં કુલ 29 પર્વતારોહી ફસાયા હતા જેમાંથી 10 લોકોની લાશ મળી છે જ્યારે 19 લોકોની શોધખોળ ચાલી રહી છે. સેના, એરફોર્સ અને આઈટીબીપીના જવાનો ચીતા હેલિકોપ્ટર અને બીજા સાધનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શિયાળામાં ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થતી હોય છે. હજુ તો શિયાળો શરુ પણ થયો નથી ત્યાં મોટી આફત સર્જાઈ છે. જે પર્વતારોહી બરફના તોફાનમાં ફસાયા છે તેઓ તમામ ઉત્તરાખંડના નહેરુ ઈન્સ્ટીટ્યુટના તાલીમાર્થીઓ હતા જેઓ પહાડ પર ટ્રેકિંગ માટે ગયા હતા ત્યારે બરફનું ભયાનક તોફાન આવતા તેઓ બરફમાં ફસાઈ ગયા હતા.