ભારતમાં મંગળયાનની બેટરી એક સુરક્ષિત સીમાથી વધુ સમય સુધી ચાલ્યા પછી ખત્મ થઈ ગઈ છે. તેના પગલે એવી અટકળો તેજ થઈ ગઈ છે કે દેશના પ્રથમ અંતર્ગ્રહીય મિશને તેની લંબી યાત્રા પૂરી કરી લીધી છે. સાડા ચારસો કરોડ રૂપિયાના ખર્ચવાળા માર્સ ઓર્બિટર મિશનને પાંચ નંબર, 2013ને પીએસએલવી-સી 25થી લોન્ચ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિકોએ આ અંતરિક્ષ યાનને પ્રથમ પ્રયત્નમાં 24 સપ્ટેમ્બર 2014ના રોજ સફળતાપૂર્વક મંગળની કક્ષામાં સ્થાપિત કર્યું હતું.
ઈસરોના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે હવે કોઈ ઈંધણ બચ્યું નથી. ઉપગ્રહની બેટરી ખત્મ થઈ છે. સંપર્ક પૂરો થઈ ગયો છે. જોકે ઈસરો તરફથી કોઈ અધિકારિક નિવેદન આવ્યું નથી. ઈસરો આ પહેલા આ યાનને નવી કક્ષામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. અધિકારીઓએ નામ ન કહેવાની શરતે કહ્યું કે તાજેતરમાં એક પછી એક ગ્રહણ લાગ્યું, આ પૈકીનું એક ગ્રહણ તો સાડા સાત કલાક સુધી ચાલ્યું હતું.
એક અન્ય અધિકારીએ કહ્યું કે ઉપગ્રહની બેટરીને માત્ર એક કલાક 40 મિનિટની ગ્રહણ અવધીના હિસાબથી જ ડિઝાઈન કરવામાં આવી હતી. તેના પગલે એક લાબુ ગ્રહણ લાગી જવાથી બેટરી લગભગ સમાપ્ત થઈ ગઈ. ઈસરોના અધિકારીઓએ કહ્યું કે માર્સ ઓર્બિટર યાને લગભગ આઠ વર્ષ સુધી કામ કર્યું. જ્યારે તેને તો માત્ર છ મહીનાની ક્ષમતા મુજબ જ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેણે પોતનું કામ કર્યું અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પરિણામ પ્રાપ્ત કર્યું.
મીડિયા રિપોર્ટ મુજબ હવે કોઈ જ ઈંધણ બચ્યું નથી. સેટેલાઈટની બેટરી ખત્મ થઈ ગઈ છે. સંપર્ક હવે તૂટી ગયો છે. જોકે ઈસરો તરફથી આ અંગે કોઈ જ અધિકારિક નિવેદન આવ્યું નથી. ઈસરો મંગળયાનને એક નવી ઓરબિટમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.