ગુજરાતમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં પહેલા ઘટાડો કરાયો હતો. જે બાદ ફરીથી વધારો કરવામાં આવ્યો છે. સીએનજીનો આજનો ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો થતા આજે 89.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.
નોંધનીય છે કે, 18મી ઓગસ્ટના રોજ જ અદાણી સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે સીએનજીનો ભાવ 83.90 થયો હતો. જે બાદ આજે ફરીથી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે વધીને 86.90 કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં પહેલા 83.90 રુપિયા પ્રતિ કિલો મળી રહ્યુ હતુ. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થયો છે.
કોમર્શિયલ LPG ગેસની કિંમતોને લઈને મોટા સમાચારા સામે આવી રહ્યા છે.
જણાવી દઈએ કે, દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ LPG ગેસ મોટે ભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે.
આ તમામ એકમોને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે. આ સતત ચોથો મહિનો છે, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 1 એપ્રિલે આ સિલિન્ડરની કિંમતમાં 249.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
મનીકંટ્રોલની ખબર અનુસાર, નવા નિયમોના પ્રમાણે હવે વર્ષમાં સબસિડી વાળા 12 સિલિન્ડરની સંખ્યા 12 જ હશે. તેનાથી વધારે જો તમે સિલિન્ડર ખરીદો છો, તો તેના પર સબસિડી મળશે નહિ. બાકીના સિલિન્ડર ગ્રાહકોને સબસિડી વિના જ ખરીદવા પડશે.