ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં સુરત અને વડોદરાના કમિશ્નરની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત અને વડોદરા મહાનગર પાલિકાના કમિશનરોની બદલી થઇ છે. શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે જ્યારે બંછાનિધી પાનીની વડોદરા મનપાના નવા કમિશનર બન્યા છે. બે મહાનગરપાલિકાના કમિશનરની બદલી કરવામાં આવી છે.
ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે.