ઊર્જા વિકાસ નિગમના કર્મીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વીજ કંપનીના કર્મચારીઓના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી કર્મચારીઓને 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રાખવામાં આવશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓને હવે 5 નહીં 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. ઊર્જા વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ વિભાગે મંજૂરી આપી છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મચારીઓને હવે 5 નહીં 2-3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. ઊર્જા વિકાસ નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ વિભાગે મંજૂરી આપી છે.
આપને જણાવી દઈએ કે, અગાઉ ઊર્જા વિભાગ હસ્તકની વીજ કંપનીઓમાં ફિક્સ પગારનો સમયગાળો 2 અને 3 વર્ષનો જ હતો. પરંતુ તેને પાછળથી વધારીને 5 વર્ષનો કરવામાં આવ્યો હતો.