કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. દીવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. 7માં પગાર પંચ અંતર્ગત ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હકીકતમાં જૂનમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ એવી આશા સેવવામાં આવતી હતી કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થયો છે. સરકારે તેની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, ડીએમાં વધારો એઆઇસીપીઆઇના ડેટા પર આધારિત છે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર દ્વારા આ પહેલા માર્ચ મહિનામાં સામા પગાર પંચ અતંર્ગત મોંઘવારી ભથ્થુ 3 ટકા વધાર્યું હતું અને ત્યારે ડીએ વધીને 34 ટકા પર પહોંચી ગયો હતો. જે હવે 38 ટકા થતાં કર્મચારીઓના પગારમાં દીવાળી પહેલા જ મોટો વધારો થયો છે.
જે કર્મચારીઓની બેઝિક સેલેરી 56,900 રુપિયા છે તેમને 38 ટકા મોંઘવારી ભથ્થું 21,622 રુપિયા મળશે. જે હાલ 34 ટકા મોંઘવારી ભથ્થા મુજબ 19,346 રુપિયા મળે છે. આમ 4 ટકા મોંઘવારી ભથ્થું વધતાં માસિક સેલેરી 2,276 રુપિયા વધી જશે અને વાર્ષિક સેલેરી કુલ 2,7312 રુપિયા જેટલી વધશે.
સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું વધારવામાં આવતા 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. કેમ કે તેમની સેલેરી અને પેન્શનમાં વધારો થશે. મહત્વનું છે કે આ વર્ષમાં સરકારે કુલ બે વાર મોંઘવારી ભથ્થું વધાર્યું છે.