નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો છે. આ સિઝનમાં બીજીવાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે.
નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 84072 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સિઝનમાં બીજી વાર નર્મદા ડેમ 138.67 મીટરે પહોંચ્યુ છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ 100 ટકા ભરાયો છે. જેનાથી ત્યાંનો નજારો જોવા જેવો થયો છે. નર્મદા નદીમાં કુલ 83542 કયુએક પાણીની જાવક થઇ રહી છે. આવક કરતા જાવકનું પ્રમાણ ઓછું છે. RBPH CHPH ના તમામ પાવર હાઉસ ચાલુ છે. જેના કારણે, રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યુ છે.
નોંધનીય છે કે, 15મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટ પ્રથમવાર 138.68 મીટરે પહોંચી હતી. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી. સંપૂર્ણ ડેમ ભરાયાના આગલા દિવસે ઉપરવાસમાંથી 2,23,308 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે હાલ 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,23,308 ક્યુસેક થઈ રહી હતી. ત્યારે બુધવારે સવારે 10 દરવાજા 1.30 મીટર ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સવારે 10 કલાકે 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ 1,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતુ.