કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે UPI ટ્રાન્ઝેક્શનને લઈને મોટી માહિતી જાહેર કરી છે. તેમણે કહ્યું કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં ડેટા અનુસાર માત્ર જુલાઈ 2022માં જ UPIની મદદથી 6.28 અબજ ટ્રાન્ઝેક્શન થયા છે અને 10.62 ટ્રિલિયન રૂપિયાની લેવડદેવડ કરાઈ છે જે મહારેકોર્ડ છે.
સીતારામણે કહ્યું કે દર મહિને યુપીઆઈ લેવડદેવડમાં સારો એવો વધારો આવી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં દૈનિક ધોરણે એક બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થવાની ધારણા છે.
એક મહિનામાં જે પ્રકારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું છે તે ઉપરથી કહી શકાય છે કે ભારત હવે ઝડપથી ડિઝિટલ બની રહ્યો છે. લોકો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વળવા લાગ્યાં છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત અને સગવડભર્યું છે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ સિસ્ટમમાં Google Pay- PhonePe સહિતની ઘણી પેમેન્ટ સિસ્ટમ સામેલ છે. લોકો મન મૂકીને યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં છે.