રાજ્યમાં હાલ ચોમાસુંએ છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. પરંતુ આ વખતે નવરાત્રી દરમ્યાન ભારે વરસાદ ની આગાહી હતી. હવમાન વિભાગ દ્વારા ખેલૈયાઓ માટે સારા સમાચાર આપ્યા છે.હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત રહેવાની શક્યતા છે.જેને લઇને ખેલૈયાઓ આનંદની લાગણી પ્રસરી છે.
ગુજરાત રાજયમાં ભારે વરસાદની આગાહી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવામાન વિભાગની આગાહીના પગલે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લિધો છે.
હવામાન વિભાગે જણાવ્યું કે બે દિવસ બાદ રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. રાજ્યમાં 22 અને 23 સપ્ટેમ્બરે છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 23 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે.