પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી નીકળીને 2 નવેમ્બર 2021ના દિવસે પંજાબ લોક કોંગ્રેસ નામની નવી પાર્ટી બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની પાર્ટીનો ભાજપમાં વિલય કરાવી નાખ્યો છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. 2 નવેમ્બર 2021ના દિવસે અમરિન્દર સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પંજાબ લોક કોંગ્રેસ નામનો નવો રાજકીય પક્ષ બનાવ્યો હતો જેનો હવે ભાજપમાં વિલય થયો છે.
પાર્ટીમાં સામેલ થતા પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં હતા. જ્યારથી કેપ્ટન અમરિન્દર અમિત શાહ અને પીએમ મોદીને મળ્યાં હતા ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી અને હવે પીએલસી પ્રવક્તાએ અમરિન્દરના ભાજપમાં સામેલ થવાનું જણાવી દીધું છે.
કેપ્ટન અમરિન્દર ભાજપમાં જોડાતા પંજાબની શાસક પાર્ટી આમ આદમી પાર્ટીની ચિંતા વધી જવાની છે.