મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 17-19 સપ્ટેમ્બર 2022ના ભારત સરકાર તરફથી સંવેદના વ્યક્ત કરવા માટે લંડન, યુનાઇટેડ કિંગડમ જશે. મહારાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 2000 વીઆઈપી મહેમાનોની હાજરીમાં થશે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રાધ્યક્ષોને સામેલ થવાની આશા છે. બ્રિટનમાં આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોન અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પણ લંડન જશે.
બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથનું પાર્થિવ શરીર મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યું હતું. તેમના તાબુતને અંતિમ રાત બકિંઘમ પેલેસમાં રાખવામાં આવશે. મહારાણીના તાબૂતને બુધવારથી ચાર દિવસ માટે વેસ્ટમિંસ્ટર હોલમાં રાખવામાં આવશે અને સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાણીનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરમાં બાલ્મોરલ કેસલમાં નિધન થયું હતું. તેઓ 70 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહ્યાં હતા.