દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. ત્યારે આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ પહોંચી હતી અને ટ્રાયલ લેવાયું હતું. સંભવાના વ્યક્ત કરવામાં આવી રહી છે કે દિવાળી પહેલાં આ ટ્રેન શરૂ થઇ જશે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે. અમદાવાદ-દિલ્હીની વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રેકનું નિર્માણ કાર્ય પુરૂ થતાં પહેલાં કવચ ટેક્નોલોજીવાળી વંદે ભારત ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડશે.
આ ટ્રેનમાં કમ્ફર્ટ સીટ્સ સાથે વિશાળ વિન્ડો, CCTV, વેક્યુમ આધારિત ટોયલેટ, સ્લાઈડિંગ ડોર જેવી આધુનિક સુવિધાઓનો લાભ મળશે. સેમી હાઈ સ્પીડ ટ્રેનની 180 km પ્રતિ કલાકે દોડવાની ક્ષમતા ધરાવે છે. હાલ જ્યાં અમદાવાદથી મુંબઈ 8-9 કલાક લાગે છે ત્યાં વંદે ભારત ટ્રેનથી 6 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે. અત્યાર સુધી ભારતમાં આવી બે ટ્રેન શરુ કરવામાં આવી છે. જોકે નવરાત્રી સુધીમાં ટ્રેન શરુ થવાની શક્યતા છે.
ટ્રેનમાં મુસાફરોની ક્ષમતાના અનુરૂપ જ કેટલીક સીટો પ્રા કર્મચારી બેસશે અને બાકી ઈટો પર ભાર (લોડ) રાખીને સંચાલનના પ્રસ્તાવિત સમય અનુરૂપ ટ્રાયલ કરવામાં આવશે. અઠવાડિયામાં છ દિવસ 7.25 વાગે રવાના થશે સવારે 10.17 વાગે સુરત ત્યાંથી સવારે 10.20 વાગે રવાના થઇને ટ્રેન બપોરે 1.30 વગે મુંબઇ સેટ્રલ પહોંચશે. રિટર્નમાં મુંબઇ સેટ્રલથી શનિવારને છોડીને અઠવાડિયામાં છ દિવસ બપોરે 2.40 રવાના થઇને સાંજે 5.53 વાગે સુરત ત્યાંથી સાંજે 5.56 વાગે રવાના થઇને ટ્રેન રાત્રે 9.05 વાગે અમદાવાદ પહોંચશે.
સુરક્ષાની નવી ટેક્નોલોજીથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેનને 12 ઓગસ્ટના રોજ ચેન્નઇમાં આઇસીએફથી પાડી સુધી ‘કવચ ટેસ્ટ’ પાસ કરી લીધો છે. વંદે ભારત દેશની પ્રથમ એવી ટ્રેન છે જેમાં કવચ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કવચ ટેક્નોલોજી એક એવી ટેક્નોલોજી છે જે ટ્રેનોને પરસ્પર ટકરાતા બચાવે છે. એક પાટા પર બે ટ્રેનો સામ-સામે આવતાં કવચ ટેક્નોલોજીની મદદથી ટ્રેન 380 મીટર પહેલાં જ અટકાવી દેવામાં આવશે.
આ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા ખુલશે, ઇમરજન્સી લાઇટો, ઓપરેટ માટે ડ્રાઇવરના કેબિનમાં લોકો પાયલોટને આરામદાયક જગ્યા, મુસાફરો માટે બાયો વેક્યુમ ટોયલેટ, દિવ્યાંગોને બેસવા અનુકૂળ ખુરશીઓ, દરેક સીટ પર લાઇટ, જીપીએસ આધારિય ઓડિયો વિજ્યુઅલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, મનોરંજન માટે હોટ સ્પોટ વાઇફાઇ, આરામદાયક સીટો, એક્ઝુકેટિવ શ્રેણીમાં રોટેટિંગ ખુરશીઓ, દરેક કોચમાં ઘણા પ્રકારનો ગરમ ખોરાક, ઠંડા તથા ગરમ પીણા, પ્લેટફોર્મ સાઇડ કેમેરા અને રિયર વ્યૂ કેમેરાની સુવિધા મળશે.