બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. બ્રિટનના મહારાણીની તબિયત થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જાણકારી મહારાણી એલિઝાબેથને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. આ જાણકારી બકિંઘમ પેલેસ દ્વારા આપવામાં આવી છે.
બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. સ્થાનીય સમય પ્રમાણે બપોરે તેમનું નિધન થયું છે. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. દુખના સમયમાં આખો શાહી પરિવાર એક સાથે સ્કોટલેન્ડમાં છે.
96 વર્ષીય મહારાણીની ગત વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને ચાલવા અને ઉભા થવામાં પરેશાની થતી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને કોરોના થયો હતો. તેમાંથી સ્વસ્થ થયા પછી તેમની હાલત ઠીક રહેતી ન હતી.
બીબીસીના રિપોર્ટ પ્રમાણે મહારાણી એલિઝાબેથના નિધન પછી શું થશે તેનો એક આખો પ્લાન બ્રિટનની સરકાર તરફથી બનાવવામાં આવ્યો છે. આ આખા પ્લાનને ઓપરેશન લંડન બ્રિજ કોડનેમ આપવામાં આવ્યું છે.
બધા ન્યૂઝરીડર્સને બ્લેક સૂટ અને બ્લેક ટાઇ પહેરવી પડશે. બધા કાર્યક્રમો રોકી દેવામાં આવશે. બીબીસી 1, 2 અને 4ને રોકી દેવામાં આવશે. યૂકેની સંસદ સાથે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્દન આયરલેન્ડને સ્થગિત કરી દેવામાં આવશે. જો સંસદ યોજાઇ રહી નહીં હોય તો તેને બોલાવવામાં આવશે. બધી સરકારી વેબસાઇટ્સ પણ કાળા બેનર્સ સાથે રહેશે.