જે રીતે ગુજરાત સહિત દેશમાં અને દુનિયાભરમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે તે જોતા એવું લાગે છે આવનારા સમયમાં હાલત ખરાબ થવાની છે. સતત વધી રહેલા પ્રદૂષણથી જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે અને તેનાથી વધી રહી છે વૈશ્વિક ગરમી. એવા પણ રિપોર્ટ છે કે આવનારા સમયમાં એટલે કે 2050 સુધી પહોંચતા સુધીમાં તો હાલત ખરાબ થઈ જશે. તેમાં પણ યુપી, રાજસ્થાન અને ગુજરાતની હાલત તો વધુ ખરાબ થવાની હોવાના એંધાણ છે. પાણી સૂકાઈ જશે પરંતુ પરસેવો નહીં સૂકાય. આ ત્રણ રાજ્યોમાં તો વધુ તાપમાનનો માર જાણે સામાન્ય પરિસ્થિતિ જેવું બની જશે. લોકોને પણ કદાચ 51 ડિગ્રી સેલ્સિયસમાં રહેવાની આદત પડવા લાગશે. 2050 સુધીમાં યુપી, રાજસ્થાન, ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં વધુ ગરમી જોવા મળી શકે છે. અહીં ચોંકાવનારી વાત એટલા માટે છે કે ગત વર્ષે કેલિફોર્નિયામાં જ્યારે પારો 54 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો હતો ત્યારે હાલત બગડી ગઈ હતી. જંગલોમાં આગ લાગી હતી, કેલિફોર્નિયામાં આગ લાગી રહી હતી. કેનેડામાં તો એક કસ્બો બળીને ખાખ થઈ ગયો. હવે જો ભારતના આ રાજ્યોમાં પારો 50 કે તેથી ઉપર ગયો તો આ ગરમીને સહન કરી શકાશે ખરા? ચીનમાં રસ્તાઓ અને છતો પીગળી ગયા હતા. બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ ગઈ.
‘ડાઉન ટુ અર્થ’એ જર્નલ કમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એનવાયરોનમેન્ટ જર્નલમાં છપાયેલા રિપોર્ટના હવાલે આ ખબર લખી છે. આ રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી છે કે જો બહુ ખરાબ સ્થિતિ ઊભી થઈ, તાપમાન વૃદ્ધિને રોકવામાં ન આવ્યું તો યુપી, રાજસ્થાન અને ગુજરાતને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી ભયાનક ગરમીનો સામનો કરવો પડી શકે છે. એટલે કે હવાનું તાપમાન, અને ભેજ વધશે. તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર પણ જઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી ઉચ્ચારવી પડશે કે આ દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળે.
જેપેટેલો અને તેમની ટીમે સૌથી પહેલા એ માહિતી મેળવી કે તે સમય સુધી કેટલું કાર્બન ઉત્સર્જન થશે. ત્યારબાદ એ તારણ નીકળ્યું કે તેનાથી કેટલું તાપમાન વધશે. તેનાથી હવામાન પર શું અસર થશે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર અને આ સ્ટડીમાં સામેલ એડ્રિયન સાફ્ટેરીએ કહ્યું કે અમારી ગણતરી મુજબ જે કાર્બન ઉત્સર્જન થવાનું છે, તેની અસરથી તાપમાન વધશે. રાજસ્થાન તો પહેલેથી જ ગરમીનો માર સહન કરતું આવ્યું છે પરંતુ તાપમાન વધ્યું તો હાલત વધુ ખરાબ થશે.
એડ્રિયને કહ્યું કે વર્ષ 2050 સુધીમાં ઉત્તર ભારત અને તેના પૂર્વ કાંઠા વિસ્તારોમાં 100થી 150 દિવસ સુધી ભયાનક ગરમી પડશે. ખરાબ સ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની થવાની છે. અહીં 150 દિવસ સુધી ભયાનક ગરમીની સ્થિતિ જોવા મળશે. તેનાથી પણ વધુ ખરાબ એ હશે કે વર્ષ 2100 સુધીમાં ભારતનો ઘણો મોટો હિસ્સો એ સ્થિતિ ઝેલશે જે આ ત્રણ રાજ્યો 2050થી ઝેલવાનું શરૂ કરશે.
વર્ષ 2019માં ભારતમાં થયેલા એક સ્ટડીમાં પણ બે હીટવેવની ભવિષ્યવાણી કરાઈ હતી. જેમાં વર્ષ 2020થી 2064 સુધીમાં અત્યંત વધુ ગરમીના દિવસ 12થી 18 વચ્ચે હતા. ભારતના દક્ષિણી ભાગ એટલે કે કાંઠા વિસ્તારોએ આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે એવું કહેવાયું હતું. નવા સ્ટડી મુજબ વર્ષ 2100 સુધીમાં ગરમીના ભયાનક દિવસ બમણા થવાના છે. એ પણ ત્યારે કે જ્યારે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ પર રોકવામાં સફળ થાય. એટલે કે આ સફળતા મળે તો પણ 2100 સુધીમાં ગરમીના ભયાનક દિવસો તો વધવાના છે. પરંતુ આ દરમિયાન અમેરિકા, પશ્ચિમી યુરોપ, ચીન, અને જાપાનમાં અત્યંત વધુ ગરમીના દિવસો 3થી 10 ગણા વધશે.