ચુટંણી માટે કોંગ્રેસના ચુંટણી પ્રચારનો આજથી શુભારંભ થયો. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. જેના બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાથે જ ગુજરાતની જનતા માટે વચનોની ગેરેન્ટી આપી.
રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો. સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને બીજેપીનુ કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહિ થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.
જાણો રાહુલ ગાંધીએ શું જાહેરાત કરી?
- પહેલા ખેડૂતોનું 3 લાખનુ દેવુ માફ કરીશું.
- કોવિડ સમયમાં ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા. કોવિડમાં મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર આપીશું.
- ખેડૂતોનું વીજળી બિલ માફ કરીશું. 300 યુનિટ સામાન્ય ગ્રાહકોને આપીશું.
- દીકરીઓ માટે મફત શિક્ષણ આપીશું.
- હજારો શાળાઓને બીજેપીએ બંધ કરાવી છે, અમે 3000 અંગ્રેજી મીડિયમ શાળા ખોલીશું.
- દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી અને ગેસ સિલિન્ડર 1000 ના બદલે 500 રૂપિયામાં આપીશું. જે યુપીએ સરકારમાં 400 રૂપિયામાં મળતો હતો.
અમારું ફોકસ રોજગારી પર લગાવીશું. 10 લાખ યુવાઓને રોજગારી આપીશું