રાજ્યમાં હાલ વરસાદી માહોલ નથી સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે હાલ સરદાર સરોવર ડેમમાં 1,01,566 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમના પાંચ દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 52,943 ક્યુસેક છે.
રવિવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 37° પહોંચ્યું છે અને સૌથી ગરમ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 36 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે. પરંતુ છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે તેનો રેકોર્ડ આ વર્ષે સપ્ટેમ્બરમાં તોડી દીધો છે.
2022ના સપ્ટેમ્બર મહિનામાં એટલે કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વડોદરાનું તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. તો 2021 સપ્ટેમ્બર મહિનામાં 32 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 2020માં 36.6 ડિગ્રી, 2019ના સપ્ટેમબરમાં 34.6 ડિગ્રી, 2018માં 36.8 ડિગ્રી, 2017માં 36 ડિગ્રી, 2016માં 36.5 ડિગ્રી, 2015માં 38.5 ડિગ્રી, 2014માં 36.8 ડિગ્રી અને 2013માં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.