નિર્ણય કર્યો હતો જે અનુસાર ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયું હતું. વિશ્વાસ મતના સમર્થનમાં મુખ્યમંત્રી સહિત 58 ધારાસભ્યોએ વોટ આપ્યાં હતા. જોવાની વાત એ છે વિશ્વાસ મતના વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો. 70 સભ્યો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. 58 ધારાસભ્યોએ સરકારના પક્ષમાં વોટિંગ કરતા આસાનીથી બહુમતી સિદ્ધ થઈ ગઈ હતી.
હકીકતમાં સીએમ કેજરીવાલ ભાજપ પર એવો આરોપ મૂક્યો હતો કે ભાજપ ઓપરેશન લોટસ હેઠળ તેમની પાર્ટીના ધારાસભ્યોની તોડવાનો પ્રયાસ કરી રહી છે જોકે ભાજપ તેના આ પ્રયાસમાં સફળ ન થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઘટના બાદ કેજરીવાલે વિશ્વાસ મત લેવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે આજે વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયું હતું. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં આપના એક પણ ધારાસભ્યને ખરીદવામાં નિષ્ફળ ગયા. અમારી પાસે 62 ધારાસભ્યો છે, બે દેશની બહાર છે, એક જેલમાં છે. વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, ચોથા સભ્ય ગૃહના સ્પીકર છે. ગયા અઠવાડિયે કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપે આપના 40 ધારાસભ્યોને નિશાન બનાવ્યા હતા અને તેમાંથી દરેકને પક્ષ પલટો કરવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માંગુ છું જેથી દિલ્હીની જનતાની સામે એ સાબિત કરી શકાય કે ભાજપનું ‘ઓપરેશન લોટસ દિલ્હી’ ‘ઓપરેશન કિચડ’ બની ગયું છે.