આ દેશમાં સેટલ થવા માટે કોઈ ખર્ચ કરવો પડતો નથી
ઇટલીના કેન્ડેલા અને કેલાબ્રિયા શહેરોમાં પણ જઇ શકો છો
સ્પેન તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે
ઘણા લોકો વિદેશ પ્રવાસ કરવાનું સપનું જોતા હોય છે. પરંતુ વિદેશ જવું ઘણું મોંઘુ પડે છે. પરંતુ જો તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે સેટલ થાવ ત્યારે તમારે કોઈ ખર્ચ કરવો પડતો નથી. તમને અહીં સ્થાયી થવા માટે લાખો રૂપિયા સામેથી આપવામાં આવે છે.
આલ્બિનેન:-
જો તમારી ઉંમર 45 વર્ષથી ઓછી હોય તો તમે સ્વિત્ઝર્લેન્ડના આલ્બિનેન(Albinen)માં સ્થાયી થઈ શકો છો. જો અહીં સ્થાયી થયા તો તમને 21 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવશે. પરંતુ અહીં રહેવાની શરત એ છે કે તમારે 10 વર્ષ સુધી આ દેશમાં રહેવું પડશે. આ ઉપરાંત, અહીં સ્થાયી થવા માટે, તમારી પાસે સ્વિસ નાગરિકત્વ હોવું આવશ્યક છે, અથવા સ્વિસ નિવાસી સાથે લગ્ન કરેલ જોવ જોઈએ.
કેન્ડેલા અને કેલાબ્રિયા:-
ઇટલીના કેન્ડેલા અને કેલાબ્રિયા શહેરોમાં પણ જઇ શકો છો. અહીં સ્થાયી થવા માટે એક જ વ્યક્તિને 1 લાખથી વધુ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. સાથે જ જો ફેમિલી શિફ્ટ થાય છે તો 1.7 લાખ રૂપિયા સુધી મળશે. જો કે અહીં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને જ સ્થાયી થવાની મંજૂરી છે. કેલાબ્રિયામાં 3 વર્ષના રોકાણ દરમિયાન તમને 24 લાખ રૂપિયાથી વધુની ગ્રાન્ટ મળી શકે છે.
પોંગા અને રૂબિયા:-
સ્પેન તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સ્પેનના પોંગા ટાઉનમાં સ્થાયી થવા માટે તમને 2.6 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. અહીં બીજી એક ખાસ વાત એ છે કે જો કોઈ કપલને બાળક હોય તો દરેક બાળકને અલગથી 2.6 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે. આ સિવાય જો તમે રૂબિયા ટાઉનમાં સ્થાયી થયા તો તમને દર મહિને 8 હજાર રૂપિયા ગ્રાન્ટ તરીકે મળશે.
એન્ટિકિથેરા:-
જો તમે સસ્તામાં વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ તો ગ્રીસના એન્ટિકિથેરા(Antikythera) ટાપુ પર તમે ઘર બનાવી શકો છો. અહીં માત્ર 43 હજાર રૂપિયામાં તમને ઘર બનાવવા માટે જમીન મળી શકે છે.
તુલસા:-
જો તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો ઓક્લાહોમા રાજ્યનું શહેર તુલસા(Tulsa) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જો તમે અહીં સ્થાયી થયા છો, તો તમને ગ્રાન્ટ તરીકે 7.4 લાખ રૂપિયા મળશે. તમને ફ્રી ડેસ્ક સ્પેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પણ મળશે. આ સિવાય અમેરિકાના મિનેસોટા રાજ્યના (Bemidji) શહેરમાં જશો તો તમને 1.8 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે.