બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે
હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં ઘણો તફાવત છે
હાઈબ્રિડ કાર એ પેટ્રોલ-ડીઝલ કાર અને ઈલેક્ટ્રિક કારનું સંયોજન છે
ઈલેક્ટ્રિક કાર (Electric Car)ની જેમ હાઈબ્રિડ કાર પણ પેટ્રોલ અને ડીઝલ કારનો ઉત્તમ વિકલ્પ છે. હાઈબ્રિડ કાર (Hybrid cars) અને ઈલેક્ટ્રિક કાર ન માત્ર તમારી રનિંગ કોસ્ટ ઓછી કરે છે, પરંતુ આ બંને કાર પર્યાવરણ માટે પણ સારી માનવામાં આવે છે. પરંતુ આ બંનેને બનાવવામાં ઘણો ખર્ચ થાય છે, તેથી આ કાર પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીમાં મોંઘી છે. તેથી, કાર કંપનીઓ તેમની કિંમત ઘટાડવા માટે સંશોધન અને વિકાસમાં લાગ્યા છે. જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો અને હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર વિશે મૂંઝવણમાં છો તો અમે તેને દુર કરીશું. હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક કાર કેવી છે અને તેમની વચ્ચે શું તફાવત છે તેના પર એક નજર કરીએ.
કિંમતમાં શું તફાવત છે?
હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં ઘણો તફાવત છે. હાઇબ્રિડ કારમાં પણ ઇંધણનો ઉપયોગ થાય છે, તેથી તેની કિંમત પેટ્રોલ-ડીઝલ કાર જેવી જ છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર સંપૂર્ણપણે બેટરી પેક પર નિર્ભર છે. નવી ટેક્નોલોજીના કારણે બેટરી પેક ખૂબ મોંઘા છે. આ કારણોસર, ઇલેક્ટ્રિક કારની કિંમત હાઇબ્રિડ કાર કરતા ઘણી વધારે છે.
પર્યાવરણ માટે કયું સારું છે?
પેટ્રોલ-ડીઝલ એન્જિન હોવાને કારણે હાઈબ્રિડ કાર કાર્બન ઉત્સર્જન ઉત્પન્ન કરે છે. પરંતુ ઇલેક્ટ્રિક મોટર રાખવાથી અમુક અંશે ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે. તે જ સમયે, ઈલેક્ટ્રિક કાર મુખ્યત્વે વીજળી પર આધારિત છે. તેથી, પેટ્રોલ-ડીઝલથી ચાલતી કાર સિવાય, તેમાં હાઇબ્રિડ કાર કરતાં કાર્બન ઉત્સર્જન પણ ઘણું ઓછું છે.
કેવી રીતે ચાલે છે?
હાઈબ્રિડ કાર એ પેટ્રોલ-ડીઝલ કાર અને ઈલેક્ટ્રિક કારનું સંયોજન છે. તેને ચલાવવા માટે પેટ્રોલ-ડીઝલ અને વીજળીની જરૂર પડે છે. ત્યારે ઈલેક્ટ્રિક કારમાં પેટ્રોલ અને ડીઝલનું કોઈ કામ નથી. ઈલેક્ટ્રિક કાર ચલાવવા માટે ફક્ત વીજળીની જરૂર છે. તેમાં બેટરી પેક છે, જે કારને ચલાવવા માટે પાવર આપે છે. એટલા માટે ઈલેક્ટ્રિક કારની બેટરી પેક ચાર્જ થાય છે.
હાઈબ્રિડ કારના ઉદાહરણોમાં હ્યુન્ડાઈ સોનોટા, ટોયોટા કેમરી, ફોર્ડ ફ્યુઝન હાઈબ્રિડ, હોન્ડા એકોર્ડ, BMW વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ, Tata Nexon EV, Nexon EV Max, Kia EV6, MG ZS EV, Hyundai Kona Electric, BMW i4 વગેરે દેશની મુખ્ય ઇલેક્ટ્રિક કાર છે.
કાર માઈલેજ
કોઈપણ હાઇબ્રિડ કારનું માઇલેજ ફ્યુઅલ એન્જિન અને બેટરીની રેન્જ પર આધારિત છે. જ્યારે ઈલેક્ટ્રિક કારના કિસ્સામાં માઈલેજ માત્ર બેટરી રેન્જ પર જ છે. હાઇબ્રિડ કારમાં ફ્યુઅલ અને બેટરીની રેન્જ જોવા મળે છે.
એન્જિન/મોટરનો ઉપયોગ
હાઇબ્રિડ કારમાં ઈન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) એટલે કે પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન હોય છે. આ સિવાય તેમાં ઈલેક્ટ્રિક મોટર પણ છે. હાઇબ્રિડ કારને ઈંધણ એન્જિન અને ઈલેક્ટ્રિક મોટરથી પાવર મળે છે. જ્યારે ઈલેક્ટ્રિક કારમાં માત્ર ઈલેક્ટ્રિક મોટર હોય છે. બેટરી પેક ઈલેક્ટ્રિક મોટરને પાવર ટ્રાન્સમિટ કરે છે અને ઇલેક્ટ્રિક મોટર કારને ચલાવે છે.