બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે
2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ
મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે T20I ક્રિકેટમાં 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ત્યાં જ વાત પુરૂષો અને મહિલા ક્રિકેટની કરીએ તો મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે.
રોહિત શર્માના નામે ક્રિકેટના સૌથી નાના ફોર્મમાં 2973 રન નોંધાવ્યા છે. આ બન્ને ઉપરાંત કોઈ પણ ભારતીય બેટર T20 ઈન્ટરનેશનલમાં 2000 રનનો આંકડો પાર નથી કરી શક્યો
ભારત vs બારબાડોસ મેચ વિશે વાત કરીએ તો, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની તેમની ત્રીજી મેચમાં બારબાડોસ ટીમને 100 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. પરંતુ તે પછી તેણે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું.
રનના મામલે ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. ભારત હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ અથવા ન્યુઝીલેન્ડમાંથી કોઈ એકનો સામનો કરશે. જો ભારત સેમિફાઇનલ જીતશે તો તે ફાઇનલમાં રહેશે અને જો હારશે તો પણ મેડલની રેસમાં રહેશે. ફાઈનલ પહેલા રવિવારે જ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે.
T20Iમાં 2000 રન પૂરા કર્યા
બુધવારે રાત્રે બારબાડોસ સામેની મેચમાં મંધાના વધુ પ્રદર્શન કરી શકી ન હતી. તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ આ રનના આધારે તેણે ઓપનર તરીકે T20Iમાં 2000 રન પૂરા કર્યા હતા. મંધાનાએ હવે 80 મેચમાં ઓપનિંગમાં 27.45ની એવરેજથી 2004 રન બનાવ્યા છે, જ્યારે તેની T20 કરિયરની વાત કરીએ તો 90 મેચમાં આ ખેલાડીએ 26.23ની એવરેજથી 2125 રન બનાવ્યા છે.