ભૂતના લગ્ન અંગે સાંભળ્યું છે
તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે
દક્ષિણ કન્નડમાં આ પરંપરાઓ ચલણમાં છે
તમે અત્યાર સુધી ઘણા લગ્નમાં ગયા હશો પરંતુ શું તમે ક્યારેય ભૂતના લગ્ન અંગે સાંભળ્યું છે? કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં આ પરંપરા જીવિત છે, જ્યાં બે બાળકોના મોત બાદ તેમના લગ્ન કરાવવામાં આવે છે. હાલમાં ગુરૂવારે પણ બે મૃત બાળકોને લગ્નના બંધનમાં બાંધવામાં આવ્યાં. આવુ તેમના માતા-પિતા તેમની આત્માઓની ખુશી માટે કરે છે. જેને પ્રેત કલ્યાણમ અથવા મૃતકોના વિવાહ કહે છે. જે હજી પણ કર્ણાટક અને કેરળના અનેક ભાગમાં અમુક સમુદાયમાં જીવિત છે.
જે બાળકોની 18 વર્ષની ઉંમર પહેલા મોત થાય છે, તેમની મૃત્યુના થોડા વર્ષ બાદ તેમની જેવી મૃત્યુની કહાનીવાળા બાળકો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. દક્ષિણ કન્નડમાં આ પરંપરાઓ ચલણમાં છે કારણકે લોકો માને છે કે તેમના સ્નેહીજનોની આત્મા ભટકે છે અને તેમને ક્યારેય પણ મોક્ષ મળતો નથી. લોકોનુ માનવુ છે કે કોઈ પણ માણસનુ જીવન લગ્ન વગર અધુરૂ છે અને પરિવારે ભટકતી આત્માઓથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
યુટ્યુબરે ટ્વિટ કર્યુ, હું આજે એક લગ્નમાં જોડાઈ રહ્યો છુ. તમે પૂછી શકો છો કે આ એક ટ્વિટના લાયક કેમ છો. દુલ્હો હકીકતમાં મરી ગયો છે અને દુલ્હન પણ મરી ગઇ છે. તેની મોત લગભગ 30 વર્ષ પહેલા થઇ હતી અને આજે તેના લગ્ન છે. આ એવા લોકોને અજીબ લાગી શકે છે, જે દક્ષિણ કન્નડની પરંપરાઓના આદી નથી. પરંતુ આ એક ગંભીર પરંપરા છે.