ટિયાગો NRGનાં નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ
NRG વર્ઝનમાં માત્ર કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે
ટિયાગો NRGની કિંમત 6.82 લાખ થી શરૂ થાય છે
ટાટા મોટર્સે ટિયાગો NRGનાં નવા વેરિઅન્ટનું ટીઝર રિલીઝ કર્યું છે. એવી આશા રાખવામાં આવી રહી છે, કે નવું વેરિઅન્ટ XT વેરિઅન્ટ હશે. અત્યાર સુધી, ટિયાગો NRG ફક્ત ટોપ-સ્પેક XZ સાથે જ ઓફર કરવામાં આવે છે. ટિયાગો NRGનું આગામી XTવેરિઅન્ટ ટોપ-સ્પેક વેરિઅન્ટ કરતાં વધુ સસ્તું હશે. ટાટા મોટર્સ આગામી અઠવાડિયામાં ટિયાગો NRG લોન્ચ કરે તેવી સંભાવના છે.
ટાટા મોટર્સે પણ રેગ્યુલર ટિયાગો મોડેલની તુલનામાં NRGનાં ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં વધારો કર્યો છે. હવે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 181mm છે, જ્યારે ટિયાગોનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm છે. એક્સ્ટ્રા 11mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ ખરાબ રસ્તાઓનાં સંચાલનમાં હેચબેક્સને મદદ કરે છે. ટિયાગો NRG XT વિશે હજુ વધારે માહિતી આપવામાં આવી નથી.આશા છે કે તેમાં પણ ટિયાગો XT જેવાં જ કેટલાક ફિચર્સ પણ મળી રહે. જો કે, નવું વેરિઅન્ટ ટોપ-સ્પેક NRG જેવા કોસ્મેટિક ટચ સાથે આવવાનું ચાલુ રાખશે. બોડી ક્લેડિંગ અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઉપરાંત ટિયાગો NRGમાં રૂફ રેલ્સ પણ છે.
ટિયાગોનાં NRG વર્ઝનમાં માત્ર કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં, વધારાનાં બોડી ક્લેડિંગ ટિયાગો NRGને રફ બનાવે છે. ટિયાગો NRG રેગ્યુલર ટિયાગોની તુલનામાં તે 37 mmલાંબી છે. અન્ડરપિનિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ફક્ત વધારાની લંબાઈ તથા આગળ અને પાછળ એકસ્ટ્રા બોડી ક્લેડિંગ મળે છે.
આગામી વેરિએન્ટમાં કોઈ યાંત્રિક ફેરફાર કરવામાં આવશે નહીં. NRGમાં તે જ 1.2-લિટર, કુદરતી એસ્પિરેટેડ, થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન જોવા મળશે, જે વર્તમાન મોડેલમાં આવે છે. એન્જિન 84 BHPનો મહત્તમ પાવર અને 113nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 5-સ્પીડ AMTસાથે આવે છે. XTવેરિઅન્ટ AMT ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવશે, કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી ટિયાગો NRGની કિંમત 6.82 લાખ (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. આશા છે કે XTવેરિએન્ટની કિંમત આના કરતાં ઓછી હોઈ શકે છે.