આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે
આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે
ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે
રાજ્યમાં નવરાત્રીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિઝન પાસમાં આ વખતે 18% GST લાગુ પડ્યો હોઇ આ વખતે નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા થશે. અત્રે નોંધનિય છે કે, ડેઇલી પાસ પર GST નહી ચૂકવવો પડે. પરંતુ સિઝન પાસમાં આ વખતે 18% GST લાગશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે.
રાજ્યમાં આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છે. 2022ના વર્ષથી ગરબાના પાસ પર 18% GST લગાવાયો છે. જેને લઈ હવે વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. તો વળી રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે.
રાજ્યભરમાં ગરબા આયોજકો હજી પણ કેટલી આવક ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે અસમંજસમાં છે. તો વળી હવે ચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં 1,000થી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને 1,000થી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.