છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ઝડપથી વધારો થયો
મુન્દ્રા બંદરેથી ત્રણ વખત ડ્રગ્સ ઝડપાયું હતું
રાહુલ ગાંધી ટ્વિટમાં 6 પ્રશ્નો પુછ્યા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં સતત ડ્રગ્સ જપ્ત કરવાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ડ્રગ્સ અને લિકર માફિયાઓને રક્ષણ આપનારા લોકો કોણ છે. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ઝડપથી વધારો થયો છે.જેના કારણે ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર વિપક્ષના આકરા પ્રહારોમાં આવી છે. રાહુલે એવો પણ સવાલ કર્યો હતો કે કચ્છ જિલ્લાની નજીક આવેલા મુન્દ્રા બંદરેથી ત્રણ વખત ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ તેમ છતાં આ જ બંદર પર કેમ ડ્રગ્સ ઉતારવામાં આવે છે?
गुजरात के मुंद्रा पोर्ट पर बरामद ड्रग्स
Sep 21 3000 Kg ₹21000 करोड़
May 22 56 Kg ₹500 करोड़
July 22 75 Kg ₹375 करोड़डबल इंजन सरकार में बैठे कौन लोग हैं जो लगातार ड्रग्स-शराब माफिया को संरक्षण दे रहे हैं? गुजरात के युवाओं को नशे में क्यों धकेला जा रहा है?
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2022
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, 21 સપ્ટેમ્બરે 3000 કિલો (રૂ. 21000 કરોડની કિંમતનું) ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 22 મેના રોજ 56 કિલો ડ્રગ્સ (રૂ. 500 કરોડની કિંમતનું) ઝડપાયું હતું.બીજી બાજુ, 22 જુલાઈના રોજ, 75 કિલો માદક દ્રવ્ય (રૂ. 375 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ટ્વિટમાં પૂછ્યું હતું કે, ‘શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે? માફિયાઓને કાયદાનો ડર નથી? કે પછી આ માફિયા સરકાર છે?
ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પૂછેલા 6 પ્રશ્નો
01. ગુજરાતના મુંદ્રા પોર્ટથી 3 વાર ડ્રગ્સ ઝડપાયુ ?
02. આ જ પોર્ટ પર કેમ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે ?
03. શુ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા નથી ?
04. માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી ?
05. ડ્રગ્સ-દારૂ માફિયાઓને કોણ સંરક્ષણ આપે છે ?
06. ગુજરાતના યુવાઓને શા માટે નશામાં ધકેલાઈ રહ્યા છે ?