સરકારે 116 દેશો સાથે દ્વિપક્ષીય હવાઈ સેવા એગ્રિમેન્ટ કર્યા
આ પગલાથી જ્યાં મુસાફરોને ફાયદો થશે
ભારતે દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે
ભારત સરકારે 116 દેશો સાથે દ્વિપક્ષીય હવાઈ સેવા એગ્રિમેન્ટ કર્યા છે, જે અંતર્ગત વિદેશી એરલાયન્સને દેશના મહાનગરોમાં અને ફ્લાઈટ્સ જોડવા માટે ભારતમાં સંચાલનની મંજૂરી આપી છે. ભારતે જે દેશો સાથે દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમાં એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દેશ સામેલ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટ્રાવેલ ઈંડસ્ટ્રીના નિષ્ણાંતોનું કહેવુ છે કે, સરકારના આ પગલાથી જ્યાં મુસાફરોને ફાયદો થશે, તો વળી હવાઈ ભાડામાં પણ ઘટાડો થઈ શકે છે.
સરકારે એવું પણ કહ્યું છે કે, હાલમાં વિદેશી એરલાયન્સના પક્ષમાં પોઈન્ટ ઓફ કોલની સંખ્યામાં મહત્વપૂર્ણ અસંતુલનના કારણ, તે કોઈ પણ બિન મેટ્રોલ એરપોર્ટના પેસેન્જર સર્વિસના સંચાલનના ઉદ્દેશ્યથી વિદેશી એરલાયન્સને નવા પોઈન્ટ ઓફ કોલ તરીકે નથી આપી રહ્યું.
એસટીઆઈસી ટ્રાવેલ ગ્રુપ બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેક્ટર અંજૂ વરિયાએ બતાવ્યું છે કે, સીટ ક્ષમતા વધારવા માટે અન્ય દેશો સાથે દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર કરવા અને વિદેશી એરલાયન્સ માટે ખુલી આકાશ નીતિ રાખવી સારી બાબત છે, કારણ કે તેનાથી મુસાફરોને ફાયદો થશે.
ભારતીય નામિત એરલાયન્સ ભારત દ્વારા વિદેશોની સાથે થયેલા દ્વિપક્ષીય કરારના દાયરામાં કન્નૂર ઈંટરનેશનલ એરપોર્ટ સહિત કોઈ પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી અવરજવર માટે શિડ્યૂલ ઓપરેશનને માઉન્ટ કરવા માટે સ્વતંત્ર છે.