2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 300થી વધારે સીટો જીતી હતી
2024માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે
ભાજપે અત્યારથી 2024 લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આદરી દીધી છે
2024 લોકસભા ચૂંટણીમાં ભાજપે અત્યારથી તૈયારીઓ આદરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ભાજપ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની વધુ એક જીત માટે જોર લગાવે. અમિત શાહે કહ્યું છે કે, 2024માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે. આ વાતની જાણકારી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આપી હતી. તેમણે જણાવ્યું છે કે, આ સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહ પટનામાં દેશભરમાંથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંકલ્પ પણ લીધો હતો.
અહીં ઉલ્લેખનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 300થી વધારે સીટો જીતી હતી. અરુણ સિંહે કહ્યું કે, શાહે કાર્યકર્તાઓને સામાન્ય લોકોને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસીને કેન્દ્રીય કેબિનેટમાં અત્યાર સુધીમાં વધારે પ્રતિનિધિત્વ જેવા તથ્યોથી માહિતગાર કરવા માટે પણ કહ્યું છે. ગ્રામિણ લોકોનું પ્રતિનિધિત્વ પણ વધ્યું છે. દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું તેને લઈને પણ અમિત શાહે ભાર આપ્યો કે, ભાજપ સમાજના તમામ વર્ગોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. વંચિતોને તેમનો હક મળી રહ્યો છે. તેના માટે મોદીજીને ધન્યવાદ. એક આદિવાસી મહિલા ટોચના સંવૈધાનિક પદ પર પહોંચી ગઈ છે.
ભાજપ નેતા અરુણ સિંહે જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન સત્રને સંબોધન કરતા શાહે કાર્યકર્તાઓને કહ્યું કે, તેઓ બૂથ સ્તર પર દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના નબળા લોકો માટે મોદીને રાજકીય સમર્થનને લઈને જન જાગૃતિ અભિયાન શરુ કરે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કાર્યકર્તાઓને અમૃત મહોત્સવને ધ્યાને રાખીને દેશભક્તિની ભાવના ફેલાવવા માટે 9થી 12 ઓગસ્ટ સુધી ચાર દિવસ સમર્પણ કરે. અરુણ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને એવું પણ કહ્યું કે, તે 2024ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે અને પ્રધાનમંત્રી મોદીની સતત ત્રીજીવાર જીત માટે વાપસી નક્કી કરે. તેમણે ગત વખત કરતા આ વખતે વધારે સીટનો ટાર્ગેટ પણ આપ્યો છે.