આવકવેરા રિટર્ન (ITR)સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી
31 ઓક્ટોબર સુધીમાં ITR રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડ આપવો પડશે નહીં
આવક જો ટેક્સેબલ છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે
દર વર્ષે લોકોને આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે. આ પ્રક્રિયા માટે સરકાર દ્વારા લોકોને સમય આપવામાં આવે છે અને લોકોને એક નિશ્ચિત તારીખ પણ કહેવામાં આવે છે જેથી કરીને લોકો તે તારીખ સુધીમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે. જો કે કેટલાક લોકો નિર્ધારિત તારીખ સુધી પણ તેમનું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જે પછી ઈનકમટેક્સ ફાઈલ કરવા પર તેમને દંડ ભરવો પડે છે. આ દંડ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) લેટ ફી તરીકે લેવામાં આવે છે.
ત્યાં જ ઈન્ડિવિઝુઅલ ટેક્સપેયર માટે નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR)સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. છેલ્લા દિવસે એટલે કે રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી 63.47 લાખથી વધુ રિટર્ન જમા કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરી હતી.
પગારદાર વ્યક્તિઓએ 31મી જુલાઈ સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે, જ્યારે કોર્પોરેટ અથવા જેમને તેમના એકાઉન્ટનું ઓડિટ કરાવવાની જરૂર છે તેઓ આકારણી વર્ષની 31મી ઓક્ટોબર સુધીમાં તેમનું રિટર્ન ફાઈલ કરી શકે છે. આવી સ્થિતિમાં આ લોકોને 31 ઓક્ટોબર સુધીમાં ITR રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ દંડ આપવો પડશે નહીં.
નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 રવિવાર હતી. આનો અર્થ એ થયો કે જે કરદાતાઓનાં ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેઓએ આ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની જરૂર ન હતી. વ્યક્તિગત ટેક્સપેયર્સ જેમણે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કર્યું નથી તેમની આવક જો ટેક્સેબલ છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.