આમળા એક સુપર ફૂડ છે
આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી
ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આમળાને ચા પીવી જોઈએ. આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી. જો કે કાચા આમળા, કે મીઠા સાથે કે પાઉડરની જેમ પીસીને કે આમળાનું જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.
આમળા એક એવું સુપર ફૂડ છે જેમાં આયર્ન, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફૉસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પંહોચાડે છે. આમળાને આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે.
આમળામાં એક એન્ટિ ડાયાબિટિક પ્રોપર્ટી મળી રહે છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સાથે જ આમળામાં વિટામિન સી મળી રહે છે એટલા માટે એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે. આ સિવાય આમળામાં ક્રોમિયમ નામનું મિનરલ હોય છે જે ગ્લુકોજ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
આમળાની ચા બનાવવાની રીત
– સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી નાખો અને ઉકાળો
– હવે તેમાં એક ચમચી આમળાનો પાઉડર નાખો અને સાથે જ ક્રશ કરેલ આદું પણ નાખો
– હવે તેમાં ફૂદીનાના પાંદડા નાખો અને થોડી મિનિટ માટે ઉકાળો
– એ પછી ચા બનાવીને કપમાં સર્વ કરો અને પી જાઓ
-તમે દિવસમાં બે વખત આવી ચા પી શકો છો