વોટ્સએપ આ સ્માર્ટ ફોન પર નહીં કરે કામ
iOS 10 અને iOS 11 વર્ઝન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે
iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી
મહત્વનું છે કે વોટ્સએપ સમય પ્રમાણે જૂની ડિવાઈસ પર તેને બંધ કરતુ રહે છે. હવે એક વખત ફરીથી વોટ્સએપનો સપોર્ટ જૂની ડિવાઈસ પર બંધ કરવામાં આવી શકે છે.
iPhone 5 અને iPhone 5c ને લેટેસ્ટ સૉફ્ટવેર વર્જન પર અપડેટ કરી શકાતુ નથી. જેના કારણે વોટ્સએપ આ ડિવાઈસ પર કામ નહીં કરે. જેને લઇને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે.
મેટાનુ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ જૂના આઈફોન પર કામ નહીં કરે. આ iOS 10 અને iOS 11 વર્ઝન પર કામ કરતા આઈફોન પર 24 ઓક્ટોબર 2022થી કામ નહીં કરે. એટલેકે આઈફોન જે iOS 12 અથવા તેનાથી ઉપરના વર્ઝનને સપોર્ટ નથી કરતુ તેની પર વોટ્સએપ કામ નહીં કરે.