• Hero HF 100 ભારતની સૌથી સસ્તી બાઇક
• કંપનીએ હમણાં જ કર્યો હતો 4 હજારનો વધારો
• જાણો આ બજેટ ફીટ બાઈક વિશે બધુ જ
Hero HF 100 એ ભારતની સૌથી સસ્તી બાઇક છે. જેની કિંમત 55,450 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ તેના ગ્રાહકોને ઝાટકો આપતા તેની કિંમતમાં 4000 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે આ વધારા છતાં તે સૌથી સસ્તી બાઇક છે. આજે અમે તમને તેની તમામ ખાસિયતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમે જાતે જ નક્કી કરી શકો છો કે આ બાઇક તમારા બજેટમાં ફિટ બેસે છે કે નહીં. તો ચાલો એક નજર કરીએ.
આ બાઇકમાં તમને પેટન્ટેડ i3s અથવા આદર્શ-સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમ મળે છે. જે ઓછું પેટ્રોલ વાપરે છે. આ જ કારણ છે કે આ બાઇકમાં તમને 70 kmplની શાનદાર માઇલેજ મળશે.
Hero HF 100માં પાવર માટે 97.2 ccનું 4-સ્ટ્રોક, સિંગલ સિલિન્ડર, ફ્યુઅલ ઇન્જેક્ટેડ, એર-કૂલ્ડ એન્જિન છે જે 8,000 rpm પર 7.91 bhpનો મેક્સિમમ પાવર અને 5,000 rpm પર 8.05 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.
દેશની સૌથી સસ્તી બાઈક 4-સ્પીડ ગેરની સાથે આવે છે. તમને Hero HF 100 માત્ર એક જ રંગમાં ખરીદી શકો છો અને તે છે બ્લેક એન્ડ રેડ થીમ.
તેની લંબાઈ 1965 મિલીમીટર, પહોળાઈ 720 mm અને ઊંચાઈ 1045 mm છે. Hero HF 100નું વ્હીલબેઝ 1235 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 mm છે. તેની સેડર હાઈટ 805 મીમી છે. તેનું વજન 110 કિલો છે. તેની ઈંધણ ક્ષમતા વિશે વાત કરીએ તો તેમાં 9.1 લીટરની પેટ્રોલ ટેન્ક મળે છે.