ફ્રાન્સમાં એક દિવસમાં મંકિપોક્સના 1700 કેસ સામે આવ્યાં
ગે લોકોને મંકિપોક્સનો સૌથી વધારે ખતરો છે
સરકાર રસીકરણ કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
ફ્રાન્સમાં મંકિપોક્સનો મોટો વિસ્ફોટ થયો છે. ફ્રાન્સમાં એક દિવસમાં મંકિપોક્સના 1700 કેસ સામે આવ્યાં છે. ફ્રાન્સના હેલ્થ મિનિસ્ટર ફ્રાન્સિસ બ્રાઉને 1700 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે લોકોને અપીલ કરી કે જો કોઈ વ્યક્તિમાં મંકિપોક્સના લક્ષણો જોવા મળે તો તેમણે જલદીથી તપાસ કરાવી લેવી જોઈએ અને આવા લોકોએ વહેલી તકે પોતાની જાતને આઈસોલેટ કરી દેવી જોઈએ. હેલ્થ મિનિસ્ટરે સ્વીકાર્યું કે દેશમાં મંકીપોક્સનું પ્રમાણ વધ્યું છે, પરંતુ સામાન્ય લોકોએ આનાથી પરેશાન થવાની જરૂર નથી અને સરકાર રસીકરણ કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
હેલ્થ નિષ્ણાંતોની ચેતવણી છે કે ગે લોકોને મંકિપોક્સનો સૌથી વધારે ખતરો છે તેથી આવા લોકોએ સાવધાની રાખવાની જરુર છે. જોકે મંકિપોક્સ ફક્ત ગે લોકોમાં જ ફેલાય સાવ એવું પણ નથી. તે સિવાયના લોકો પણ તેની ચપેટમાં આવી રહ્યાં છે. જે લોકોમાં મંકિપોક્સના લક્ષણો દેખાય તેમણે વહેલી તકે તપાસ કરાવી લેવી હિતાવહ છે.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, અત્યાર સુધી જે દર્દીઓ મળી આવ્યા છે તેમાં મોટા ભાગના એવા છે જે ગે છે અને અન્ય પુરુષ સાથે તેમનું અફેર રહ્યું છે. પરંતુ અન્ય લોકો પણ મંકીપોક્સનો ભોગ બની શકે છે, જેઓ કદાચ આ લોકોના સંપર્કમાં આવ્યા હશે. તેથી જ મંકીપોક્સથી પીડિત લોકોએ પોતાને અલગ કરી દેવા જોઈએ.