ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી આપી છે
ઓટોનોમસ સર્વેલન્સ અને આર્મ્ડ ડ્રોન સ્વાર્મ્સ ખરીદવાની મંજૂરી આપી
ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે
પોતાના પ્રાણના ભોગે સરહદની રક્ષા કરતા દેશના જવાનો વધારે સુરક્ષિત બને તે માટે સરકારે તેમને માટે નવા હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક એવા હથિયારો છે કે જેનાથી દુશ્મનો નજર ઉઠાવીને પણ જોઈ નહીં શકે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં મળેલી ડિફેન્સ એક્વીઝેશન કાઉન્સિલની બેઠકમાં ભારતની ત્રણેય પાંખ માટે 28,732 કરોડના ખર્ચે શસ્ત્ર ખરીદીની મંજૂરી આપી દીધી છે.
સંરક્ષણ મંત્રીની અધ્યક્ષતાવાળી કાઉન્સિલે ઈન્ડીયન નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી આપી છે. આનાથી નેવી દરિયાકિનારે વધારે સારી રીતે સુરક્ષા કરી શકશે. કાઉન્સિલે નેવીની એપગ્રેડેડ 1250KW ક્ષમતાવાળા મરિન ગેસ ટર્બાઈન જનરેટરની પણ મંજૂરી આપી દીધી છે.
ડિફેન્સ કાઉન્સિલે ઈન્ડીયન આર્મી માટે ઓટોનોમસ સર્વેલન્સ અને આર્મ્ડ ડ્રોન સ્વાર્મ્સ ખરીદવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત સશસ્ત્ર દળોને 4 લાખ ક્લોઝ ક્વાર્ટર બેટર કાર્બાઈન્સથી પણ સજ્જ કરવામાં આવશે.
Defence Acquisition Council meeting headed by Rajnath Singh cleared proposal for bulletproof jackets with enhanced protection against the threat of enemy snippers to our troops deployed along the LoC & in close combat operations in counter-terrorism ops: Defence Ministry
— ANI (@ANI) July 26, 2022
કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 28,000 કરોડના ખર્ચે ત્રણેય સેના માટે બુલેટપ્રૂફ જેકેટ, આર્મ્ડ સ્વાર્મ ડ્રોન, કાર્બાઈન્સ સહિતના હથિયારો ખરીદવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદે અંકૂશરેખાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં ભારતીય સેનાના જવાનોને દુશ્મનોના સ્નાઈપર્સ હુમલાથી બચવાની મદદ મળશે.
28,732 કરોડના ખર્ચે સેના માટે કયા કયા હથિયારો ખરીદાશે
બુલેટપ્રૂફ જેકેટ
આર્મ્ડ સ્વાર્મ ડ્રોન
કાર્બાઈન્સ
નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ
મરીન ગેસ ટર્બાઈન જનરેટર
નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સની મંજૂરી
નેવી માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ ખરીદાશે