છેલ્લા બે દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે
રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થતાં ખેડૂતોના હૈયા હરખાયા છે
સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે
રાજ્યમાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૦૮ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં વરસાદના બીજા રાઉન્ડમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે જેને લઈને રાજ્યના મોટા ભાગના જળાશયોમાં વિપુલ જળરાશીની આવક થઇ છે આથી.જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે.રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થતાં ખેડૂતોના હૈયા હરખાયા છે.
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ગઈકાલ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેને લઈને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહથયો છે.
તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં મુ્ખ્ય 207 જળ પરિયોજનામાં 60 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ઉપરાંત સરદાર સરોવર પરિયોજનામાં 63 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ઉપરાંત રાજ્યના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલ હોવાનું જાહેર થયું છે.મેઘમહેરને લઇને ગુજરાત તળિયાઝાટક ડેમમાં નવાં નીરની પધરામણી થઇ છે. રાજ્યના ડેમમાં હાલમાં 58.54 ટકા પાણીનો જથ્થો છે, જેથી પીવાના પાણીની ઘાત ટળી છે.