નવસારીમાં ઐતિહાસિક દાંડી ખાતે નવા વિસામાંનું લોકાર્પણ કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે હવે દાંડીનો પણ વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે
નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક નજીક પ્રવાસીઓ માટે સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું
ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ આલોક પાલ આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નવસારીમાં ઐતિહાસિક દાંડી ખાતે નવા વિસામાંનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે સૈફી વીલા અને સત્યાગ્રહ સ્મારકની પણ મુલાકાત લીધી હતી.
નવસારીની મુલાકાત દરમિયાન સચિવ આલોક પાલે નમક સત્યાગ્રહ સ્મારક અને સૈફી વિલાની પણ મુલાકત લઈ અને લોકોને પણ આવા ઐતિહાસિક સ્મારકની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે હવે દાંડીનો પણ વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં દાંડીના વિકાસ માટે પણ નક્કર આયોજન ઘડી કાઢવામાં આવશે જેને લઈને આગામી સમયમાં અહીંયા ટુરીઝમને ચાર ચાંદ લાગે. તેમ અંતમાં સચિવે ઉમેર્યું હતું.
નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક નજીક પ્રવાસીઓ માટે સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.આ તકે ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ આલોક પાલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી અહીં આવ્યાં હતા જેનો ઇતિહાસ સૌને ખબર છે.ટુરિઝમ ડિપાર્ટમેન તરફથી સત્યાગ્રહ માટેનું સ્મારક બનાવવામાં આવ્યું છે, ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું હતું એની ઝાંખી સાથે પ્રવાસીઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવવામાં આવ્યું છે, પાર્કિંગ સાથે લોકોને નવા સાહિત્ય તેમજ અન્ય સુવિધા મળે તે પ્રકારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.