ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ પોતાના નામે કરી લીધી છે
ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા અક્ષર પટેલની હતી
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝની સામે બીજી વન-ડે બે વિકેટથી 2 બોલ બાકી હતા ત્યારે જીતી હતી. પહેલી રમી વેસ્ટ ઈન્ડીઝે 50 ઓવરમાં 311 રન બનાવ્યાં. જવાબમાં 312 રનના લક્ષ્યને ભારતીય ટીમે 49.4 ઓવરમાં પ્રાપ્ત કર્યુ. આ જીતની સાથે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં ભારતીય ટીમ 2-0 જીતી ગઈ હતી. રવિવારે એટલે કે 24 જુલાઈના રોજ વેસ્ટઈન્ડિઝ અને ભારત વચ્ચે વનડે સીરીઝનો બીજો મેચ રમાયો હતો. ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ બે મેચમાં જ વેસ્ટઈન્ડિઝને માત આપીને પોતાના નામે કરી લીધી છે. સીરીઝના બીજા મેચમાં ભારતે 2 વિકેટ સાથે મેચને તેના નામે કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા અક્ષર પટેલની હતી. અક્ષર પટેલે હરતા મેચને તેના નામે કરીને જીત અપાવી હતી.
અક્ષર પટેલની ધમાકેદાર પારી પછી અસર એવી હતી કે ટીમ ઈન્ડિયાને 10 ઓવરમાં 100 રનની જરૂર હતી જે ટીમ ઇન્ડિયાએ બનાવી લીધા હતા. છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને 8 રનની જરૂર હતી જ્યાં બે સિંગલ રન આવ્યા પછી અક્ષર પટેલે એક છગ્ગો મારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવનાર અક્ષર પટેલે ફક્ત 35 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમાં એમને 3 ચોકા અને 5 છગ્ગા માર્યા હતા. અક્ષર પટેલે 182ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવીને ટીમને જીત આપી અપાવી હતી. ફક્ત 33 બોલમાં અક્ષર પટેલ અને દીપક હુડ્ડાએ એક સાથે મળીને 51 રનની પાર્ટનરશીપ કરી હતી જેમાં ટીમ ઇન્ડિયાની જીત પાકી કરી દીધી હતી.
અ પહેલા આ રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો, જેમાં એમને ઝીમ્બાબેવ સામે એમની ઇનિંગમાં ૩ છગ્ગા માર્યા હતા. એ સિવાય યુફૂસ પઠાણે પણ 2011 માં સાઉથ આફ્રિકા સામે એક આવી જ ઇનિંગમાં 3 છગ્ગા માર્યા હતા.
જો કે અક્ષર પટેલે આ સાથે જ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. સાતમા નંબર પર આવીને સફળ ચેઝમાં ભારત માટે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયા છે. અક્ષર પટેલે તેની એ ઇનિંગમાં 5 છગ્ગા માર્યા હતા.
ટીમ ઇન્ડિયાએ છેલ્લી 10 ઓવરમાં 100 રન બનાવીને મેચ જીતી લીધો હતો, વનડે ક્રિકેટમાં છેલ્લી 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પાકીસ્તાનના નામે છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામે 10 ઓવરમાં 109 રન બનાવીને મેચ જીતી લીધો હતો. હવે આ લીસ્ટમાં ભારતનું નામ પણ જોડાઈ ગયું છે. ભારતે આ પહેલા ઝીમ્બાબેવ સામે 10 ઓવરમાં 91 રન બનાવ્યા હતા.